azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

damayanti bardai, dipali somaiya & chetan gadhavi - jagane jaivaa lyrics

Loading...

હે .જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે?

ત્રણસેં ને સાઠ ગોવાળયા ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે? …હે જાગને.

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે?…હે જાગને …

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે? …હે જાગને.

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે?… હે જાગને …

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહેડી કોણ સહાશે? … હે જાગને …

હે .જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે.??



Random Lyrics

HOT LYRICS

Loading...